Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pani Gya Ta Re Beni

👤 Aishwarya Majmudar 🎼 Rangtaali - Non Stop Garba ⏱️ 2:44
🎵 1874 characters
⏱️ 2:44 duration
🆔 ID: 8109934

📜 Lyrics

હાં, પાણી ગ્યાંતાં રે, બેની અમે તળાવનાં રે
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે
(પાણી ગ્યાંતાં રે, બેની અમે તળાવનાં રે)
(પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે)

લાંબા તાણીશ રે, બેની મારા ઘૂંઘટા રે
હસ્તી-ખેલતી જઇશ, કે બેડાં મારાં નંદવાણાં રે
(પાણી ગ્યાંતાં રે, બેની અમે તળાવનાં રે)
(પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે)

(ચોરે બેઠા રે, બેની તારા સસરાજી રે)
(કેમ કરી ઘરમાં જઇશ? બેડાં તારાં નંદવાણાં રે)
(ચોરે બેઠા રે, બેની તારા સસરાજી રે)
(કેમ કરી ઘરમાં જઇશ? બેડાં તારાં નંદવાણાં રે)

લાંબા તાણીશ રે, બેની મારા ઘૂંઘટા રે
રમ-ઝૂમ કરતી જઇશ, કે બેડાં મારાં નંદવાણાં રે
લાંબા તાણીશ રે, બેની મારા ઘૂંઘટા રે
રમ-ઝૂમ કરતી જઇશ, કે બેડાં મારાં નંદવાણાં રે

(પાણી ગ્યાંતાં રે, બેની અમે તળાવનાં રે)
(પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે)

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings